પોલીસે રોડ ઉપર આડેધડ વાહનો પાર્ક કરતા વાહનચાલકો ઉપર તવાઈ ઉતારી મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની વિદાય વચ્ચે જનજીવન એક્દમ સામાન્ય બની ગયું છે. ખાસ કરીને શહેરોમાં અગાઉ જેવો જ ભરચકક ટ્રાફિક થઈ ગયો છે અને મોરબીમાં તો ટ્રાફિકજામની સમસ્યાથી લોકો તોબા પોકારી ઉઠયા છે. ત્યારે ટ્રાફિકની સ્થિતિ હળવી કરવા માટે પોલીસે ગઈકાલે જિલ્લાભરમાં ખાસ ટ્રાફિક ઝુંબેશ યોજી હતી. જેમાં 33 વાહનો ઝપટે ચઢી ગયા હતા. પોલીસે રોડ ઉપર આડેધડ વાહનો પાર્ક કરતા વાહનચાલકો ઉપર તવાઈ ઉતારી હતી. મોરબી જિલ્લામાં ટ્રાફિકની સ્થિતિ નિયત્રણમાં રાખવાના ભાગરૂપે ગઈકાલે એસ.પી. એસ.આર.ઓડેદરાની સૂચનાને પગલે જિલ્લાભરમાં તમામ પોલીસ સ્ટાફ દ્વારા ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને મોરબી શહેર અને તાલુકામાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં અનેક વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરતા ઝપટે ચઢી ગયા હતા અને મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં ગઈકાલે પોલીસે રોડની વચ્ચોવચ અને આડેધડ વાહન પાર્ક કરતા 8 રીક્ષાચાલકો, આડેધડ વાહન પાર્ક તેમજ ધૂમ સ્ટાઇલમાં પુરઝડપે વાહન ચલાવતા 7 બાઈકચાલકો અને એક ટ્રેકટરચાલક સામે ટ્રાફિકના નિયમ ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર શહેર અને તાલુકામાં પણ પોલીસે ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરતા અનેક વાહનચાલકોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું. જેમાં રોડની વચ્ચોવચ્ચ તેમજ આડેધડ વાહન પાર્ક કરતા ચાર રીક્ષાચાલકો અને પાંચ ઇકો કારચાલકો સામે ટ્રાફિકના નિયમ ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ માળિયામાં એક રીક્ષા અને ટંકારામાં બે ટ્રક, એક છોટા હાથી તેમજ બોલેરો કાર સહિતના વાહન ચાલકો ટ્રાફિકના નિયમ ભંગ હેઠળ પોલીસની ઝપટે ચડી ગયા હતા. એક માત્ર હળવદને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં પોલીસે ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરીને 33 થી વધુ વાહનચાલકોને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..