નવજાત શિશુ અને બાળકોના રોગોના નિષ્ણાંત ડો. પ્રણવ ભાડેસિઆની સેવાનો લાભ મોરબીવાસીઓને મળશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ પર આવેલી જાણીતી ભાડેસિઆ હોસ્પિટલમાં આગામી 12મીએ સોમવારે અષાઢી બીજના પાવન અવસરથી નવજાત શિશુ અને બાળકોની હોસ્પિટલનો શુભારંભ થવા જઇ રહ્યો છે. જેથી શહેરીજનોની આરોગ્ય સેવા વધુ સઘન બનશે. આ હોસ્પિટલમાં બાળકોના ડોક્ટર તરીકે ડો. પ્રણવભાઈ ભાડેસિઆ તેમની સેવા આપશે. ડો. પ્રણવભાઈએ બાળકોના ડોક્ટર તરીકેની M.D Pediatrics ડિગ્રી હાંસલ કરેલ છે. તે ઉપરાંત તેમણે નાના તાજા જન્મેલા નવજાત શિશુઓ માટેની ઉપલબ્ધિ Fellowship in Neonatology મેળવેલ છે. ડૉ. પ્રણવભાઈએ Level 3 NICU ધરાવતી આણંદ-કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ તથા અમદાવાદની લિટલ ફ્લાવર હોસ્પિટલમાં બાળકોના ડોક્ટર તરીકે પ્રેક્ટિસનો આઠ વર્ષ નો અનુભવ મેળવેલ છે. આ ઉપરાંત ડો.ભૂમિબેન ભાડેસિઆ ભુજની અદાણી હોસ્પિટલમાંથી M.S (ENT) સર્જન થયા છે. તેઓ પણ ભાડેસિઆ હોસ્પિટલ ખાતે કાન-નાક-ગળાના રોગોની સારવારનું કેન્દ્ર શરૂ કરી રહ્યા છે. આમ હવે ભાડેસિઆ હોસ્પિટલમાં એક જ છત નીચે અનેકવિધ આરોગ્યસેવાઓ શરૂ થવા જઈ રહી છે. જ્યાં દર્દીઓને પરિવારના સભ્ય જેવી હૂંફ આપીને રોગમાંથી મુક્ત કરવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેમ એક યાદીમાં જણાવાયું છે. એડ્રેસ : ભાડેસિઆ હોસ્પિટલ, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી - 363641 સંપર્ક : ટેલિ. 02822-231151, મો. 94298 99833ડો. પ્રણવ ભાડેસિઆ