મોરબી : મોરબીમાં આજે તારીખ 10 જુલાઈથી કુંડામાં વાવી શકાય એવા 45થી વધુ રંગબેરંગી ફૂલ છોડના રોપાઓનું રાહત દરેથી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા સંસ્થાના લાભાર્થે રંગબેરંગી ફૂલ છોડના રોપાઓનું રાહત ભાવેથી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુલાબ કાશ્મીરી, ગુલાબ લાલ, ગુલાબ પિંક, ગુલાબ પીળા, ગુલાબ વાઇટ, ક્રોટોન, મોગરો, પારસ વેલ, આલમંડા વેલ, મધુકામિની, દૂધ મોગરો, ચાંદની, લેમોનિયા, ઓમ, ગ્રીન ટી, જેનીલિયા, પેટા ક્રોટોન, ગધેનિયા, શ્યામ તુલસી, મધુ માલતી, ચીની ગુલાબ, રાતરાણી, દ્રાક્ષ, જાસૂદ, શ્યામ તુલસી, ડ્રેસિંના, એરિકાપામ, સ્પાઇડર, જેટરોફા, બ્રાસ, વિક્સ તુલસી, ગ્રીન પામ, મોરપંખી, આલમંડા, રાત રાણી, ટગર સિંગલ, લેમનપટ્ટી, જેટરોફા, ફાયકસ સફારી, એરેનપીમાં રેડ, મધુમાલતી વેલ, જાસૂદ કેસરી, એક્ઝોરા, ફ્લેમિંગો, મનિવેલ, બારમાસીનું રાહત દરે રોપા વિતરણ કરાશે. રોપા દરરોજ સાંજે 5 થી 8 વાગ્યે જ મળશે. આ સમય સિવાય રોપઓ આપવામાં આવશે નહીં. રોપાઓ લઇ જવા માટે થેલી વગેરે વસ્તુઓ સાથે લાવવાની રહેશે. રોપાઓનું વિતરણ કર્તવ્ય જીવદયા કેન્દ્ર, માધવ ગૌશાળા પહેલા, હરી ૐ સ્ટોન પછી, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે કરાશે. વધુ માહિતી માટે મો. 75748 68886 પર સંપર્ક કરવાનો રહેશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..