વાંકાનેર : વાંકાનેર ખાતે નામદાર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ નેશનલ લોક અદાલતમાં સિનીયર પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, એડી પ્રિન્સીપાલ સિવીલ જજ કોર્ટ તથા બીજા અધિક સિવીલ કૉર્ટમાં, આ લોક અદાલતમાં કુલ 1239 કેસ મુકાયા હતા. જેમાંથી 978 કેસનો નીકાલ થયો હતો. લોક અદાલતમાં સમાધાન મની રકમ પેટે રૂપિયા 1,10,38,635 એક કરોડ દસ લાખ આડત્રીસ હજાર છસ્સો પાંત્રીસ જમા થયા હતા. આ ઉપરાંત પીજીવીસીએલ (ઈલેકટ્રીક બોર્ડ) ના, તથા બેંકોના સમાધાનના ભાગ રૂપે પ્રિલીટીગેશનના ફુલ 669 કેસ મુકાયેલ, જે પૈકી 92 કેસ પુરા થયા હતા, જેની સમાધાનની રકમ પેટે રૂપીયા આઠ લાખ, પંચયાસી હજાર પાંચસો વસુલ થયા હતા. આ લોક અદાલત માં વાંકાનેરના સિનીયર સિવીલ જજ એ. આર. રાણા, અધિક સિવલ જજ એમ. સી. પટેલ તથા બીજા અધિક જજ આત્મદીપ શર્મા, સેક્રેટરી શેઠભાઈ, તાલુકા કાનુની સેવા સમિતીના હરદેવસિંહ ગોહીલ તથા ગઢવીભાઈ અને જાડેજાભાઈ અને કોર્ટના સ્ટાફે જહેમત ઉઠાવી લોક અદાલત સફળ બનાવી હતી. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., વિવિધ બેંકોના પ્રતિનિધિઓ જોડાયા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..