વાંકનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામમાં પોલીસે યુવકને વિદેશી દારૂ અને બિયરની બોટલો સાથે પકડી પાડ્યો છે. ગઈકાલે તા. 9ના રોજ વઘાસીયા ગામમાં ટોલનાકાથી આગળ મેક્ટાઈલ્સ સીરામીકમા જવાના રસ્તાની બાજુમા બાબા રામદેવ હોટલની પાછળ મદનલાલ નરસીહ રામ (ઉ.વ. 25)એ વેચાણ કરવાના આશયથી રાખેલ ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય અંગ્રેજી દારૂની કંપની શીલપેક 70 બોટલો (કિ.રૂ 26,250) તથા બીયરના 15 ટીન (કિ.રૂ 1500) કબ્જે કરવામાં આવ્યા છે. તેમજ પોલીસે વિદેશી દારૂ અને એક મોબાઈલ ફોન મળી કુલ કિ.રૂ. 28,750 નો મુદામાલ જપ્ત કર્યો છે. અને આરોપી મદનલાલની અટકાયત કરી તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..