ફરજનિષ્ઠ ટી.ડી.ઓ. ની મહેનત રંગ લાવી, ફાયબર નેટથી જોડાયેલ ગુજરાતનો પ્રથમ તાલુકો બન્યો ટંકારા ટંકારા : કેન્દ્ર રાજ્ય સરકારની મોટાભાગની કામગીરી ઓનલાઇન થઈ રહી છે ત્યારે ભારત નેટ પ્રોજેકટ હેઠળ ટંકારા તાલુકો સમગ્ર રાજ્યમાં ફાયબર નેટથી જોડાયેલ પ્રથમ તાલુકો બન્યો છે. ગુજરાત રાજ્ય ટંકારા તાલુકો સૌ પ્રથમ એવો બન્યો છે. જ્યા તાલુકા પંચાયત અને તાલુકાની તમામ 45 ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ 100 MBPS સ્પીડ સાથે અન્ડરગ્રાઉન્ડ ફાઈબર કેબલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે. 100 MBPS સ્પીડ સાથે ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની સાથે અંદાજિત 55 સેવાઓ હવે ગ્રામ્યકક્ષાએથી કાર્યરત થશે અને સ્માર્ટ વિલેજ અને ડિજિટલ વિલેજ તરફ કદમ મિલાવી શકશે. સાથે જ નાગરિકોને ગ્રામ્ય કક્ષાએથી જ તમામ ઓનલાઇન સેવા ઝડપભેર મળતી થશે. ઉલ્લેખનીય છે કે, ટંકારા તાલુકાના વિકાસ અધિકારી નાગાજણ તરખાલા અને ટીમ દ્વારા સરકારની આધુનિક સેવાઓ ગામડે - ગામડે મળેના સુત્રને સાર્થક કરવા માટે રીતસરની ઝુંબેશ રૂપ કામગીરી કરતા એક વર્ષ જેટલા સમયમાં સમગ્ર ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લામાં પ્રથમ તાલુકો ટંકારા બન્યો છે. જ્યાં તમામ ગામ પંચાયતના વિલેજ ઓપરેટર એના કોમ્પ્યુટર ઉપર 100 MBPS સ્પીડ સાથે કામ કરી ડિજિટલ યુગમાં કદમ મિલાવી શકશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..