મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાયાની વચ્ચે ગત મોડી રાત્રીથી વરસાદી માહોલ બંધાયો હતો. અને ગત મોડી રાત્રે ઝરમર-ઝરમર વરસાદ પડ્યો હતો. જ્યારે આજે વહેલી સવારથી વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતા વરસાદના સચોટ આંકડા પ્રમાણે મોરબી જિલ્લામાં એકમાત્ર મોરબીમાં આજે સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે 9 મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. બાકીના ચારેય તાલુકા કોરાધાકોર રહ્યા હતા અને આ ચારેય તાલુકામાં હળવા વરસાદના ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળે છે. જો કે, મોરબીમાં સવારે 8 વાગ્યા સુધી વરસાદ પડ્યા બાદ વરાપ નીકળ્યો હતો અને વરસાદ ખેંચાયાની વચ્ચે મેઘરાજા હાઉકલી કરીને જતા રહેતા ખેડૂતો નિરાશ થયા છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..