વાંકાનેર : મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા વાંકાનેરની રથયાત્રા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રથયાત્રા સમયે કરફ્યુ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા ધ્યાને લઇ મોરબી જિલ્લાના વાંકાનેર શહેર વિસ્તારમાં વાંકાનેર શહેરના ગ્રીન ચોક વિસ્તાર, ગ્રીન ચોકથી એસ.પી. પાન સુધી, એસ.પી. પાનથી વાઢા લીમડા, વાઢા લીમડાથી જીનપર જકાતનાકા, મીલ પ્લોટ મેઇન રોડથી મચ્છુ માંના મંદિર સુધી તેમજ મંદિરની આસપાસના 200 મીટર વિસ્તારમાં તા. 12ના રોજ સવારના 9થી સાંજના 4 વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવામાં આવેલ છે. રથયાત્રા દરમિયાન જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામે ફેસ કવર, મારક અને સોશીયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ કોરોનાના પ્રોટોકોલની અન્ય સંબંધિત જોગવાઇઓ પાળવાની રહેશે. આ જાહેરનામાના હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાકીય જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..