અગરિયા પરિવાર, જમીન ધોવાણ સહિતના પ્રશ્નો હોય તો જાણ કરવા અનુરોધ માળીયા : મોરબી જિલ્લાના પછાત ગણાતા માળીયા તાલુકાના પ્રાણ પ્રશ્નો અંગે સામાજિક કાર્યકરે લડત આપવા નક્કી કરી લોકોને કોઈપણ સમસ્યા અંગે જાણ કરવા અનુરોધ કર્યો છે. માળીયા તાલુકાના નવલખીથી ઘાટીલા ગામ સુધીનાં દરીયાઇ પટી પર આવતા તમામ ગામોના લોકોએ અગરીયા કે મીઠાના અગર માટે અરજીઓ કરેલ હોય કે આવી અરજીઓ નામંજૂર કરવામાં આવી હોય અથવા રોજીરોટી માટે અરજીઓ કરવા માંગતા હોય અથવા ગામ પાસે દરીયાઇ સંરક્ષણ દિવાલને નુકસાન થયું હોય કે કોઈ વ્યક્તિ કે પાર્ટી દ્વારા અંગત સ્વાર્થ ખાતર દરીયાઇ સંરક્ષણ દિવાલને નુકસાન કરેલ હોય તેના જીપીએસ લોકેશન સહિતના ફોટોગ્રાફ કે વિડીયો હોય કે બંધપાળા ચોમાસા દરમિયાન દરીયાઇ પાણીના નિકાલ બંધ કરેલ હોય, લાઇસન્સ ધરાવનાર માછીમારોને માછીમારીમાં કોઈ અવરોધ ઊભો થતો હોય, જે તે વિસ્તારને ગ્રામ પંચાયતનો દરજ્જો ન મળેલ હોય એવા અગરીયા અને સાગર ખેડુતોને લગતા તમામ પ્રશ્ર્નો તેમજ હાલ અથવા અગાઉ રજું થયા હોય ને નક્કર કામગીરી ન કરવામાં આવી હોય તેવા તમામ પડતર પ્રશ્ર્નો તારીખ 11/07/2021 સુધીમાં માળિયા મીયાણાના સામાજિક કાર્યકર કાસમભાઈ સુમરા (96878 69202)ને પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..