વિશાળ કચેરીમાં જે તે શાખાઓના બોર્ડ ન લગાવતા અધિકારી, કર્મચારી અને અરજદારોને છલક-છલાણાની રમત મોરબી : મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલ નવી જિલ્લા પંચાયત કચેરી કાર્યાન્વિત થયાના એક મહિના બાદ પણ હજુ સુધી જુદી-જુદી શાખાઓ ક્યાં બેસે છે તે અંગેના બોર્ડ લગાવવામાં ન આવતા ભૂલ ભુલામણી જેવી વિશાળ કચેરીમાં અરજદારો તો ઠીક કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને પણ દરરોજ છલક-છલાણાની રમત રમવી પડતી હોવાનું બહાર આવ્યું છે. સામાન્યતઃ દરેક સરકારી કચેરીઓમાં કઈ શાખા ક્યાં બેસે છે તે અંગેના દિશા સૂચક બોર્ડ કચેરીમાં પ્રવેશ સ્થળે દર્શાવવામાં આવે છે પરંતુ ઉતાવળે સ્થળાંતર થયેલ મોરબીની નવી જિલ્લા પંચાયત કચેરીમાં સ્થળાંતરના એક મહિના બાદ પણ હજુ સુધી જુદી-જુદી શાખા ક્યાં બેસે છે તે અંગેના દિશા સૂચક બોર્ડ લગાવવામાં ન આવતા કચેરીમાં જ કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ ટલ્લે ચડે છે ત્યારે અહીં આવતા અરજદારોની વાત કરવી જ મુશ્કેલ છે. બે વર્ષથી તૈયાર થઈ ગયેલ નવી જિલ્લા પંચાયત કચેરીમાં હજુ અનેક શાખાઓમાં ફર્નિચર બન્યા નથી અને જુના ટેબલ ખુરશીથી જ અત્યારે કચેરી કાર્યરત કરવામાં આવી છે ત્યારે જિલ્લા પંચાયતના શાસકો ગ્રામ્ય અરજદારોને ધ્યાને લઇ તાકીદે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ પ્રથમ અને બીજા મજલે બેસતી કચેરીઓના દિશા સૂચક બોર્ડ લગાવે તે જરૂરી હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..