સંસ્થાઓ 50 ટકા કેપેસિટી સાથે જ શરૂ થઈ શકશે વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે મોરબી : રાજ્યમાં 15મી જુલાઈથી ધો. 12ના વર્ગો ઉપરાંત કોલેજો અને પોલિટેકનીક સંસ્થાઓ ખોલવાની સરકારે જાહેરાત કરી દીધી છે. જો કે તેમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની કોર કમિટીની આજે બેઠક મળી હતી. જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્રસચિવ એસ.જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી 15મી જુલાઈને ગુરૂવારના રોજથી ધો.12 ના વર્ગ, પોલિટેકનીક સંસ્થાઓ અને કોલેજો શરૂ કરવાને છૂટ જાહેર કરવામાં આવી છે. જો કે આ શૈક્ષણિક સંસ્થાઓ 50 ટકાની કેપેસિટી સાથે જ વાલીઓની સંમતિથી ચાલુ થઈ શકશે. ઉપરાંત તેમાં વિદ્યાર્થીઓને હાજરી આપવી મરજિયાત રહેશે. આમ ઘણા લાંબા સમય બાદ હવે વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..