મોરબી : મોરબીમાં સખી કલબ દ્વારા આવતીકાલે શનિવારે હેલ્થકેર સેમિનાર યોજવામાં આવનાર છે. મોરબીમાં સખી કલબ દ્વારા તા. 10ના શનિવારના રોજ એટલે કે આવતી કાલે બપોરના 3 થી 6 વાગ્યા દરમિયાન રવાપર રોડ પર બહુરાજીના મંદિરની સામે ઉમા હૉલ ખાતે હેલ્થકેર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં નેચરોથેરેપીના એક્સપર્ટ નેચરોથેરાપીસ્ટ અંજુબેન પડલિયા રાજકોટથી ઉપસ્થિત રહી અને નેચરોથેરેપી એટલે કે પ્રાકૃતિક રીતે ચિકિત્સા દ્વારા કઈ રીતે શરીરના રોગોને દૂર કરવા તે વિશે માર્ગદર્શન આપશે. જેમાં ડાયાબિટીસ, બીપી, થાઈરોઈડ, વધતું જતું વજન, ચામડીના રોગ, વાળના પ્રૉબ્લેમ, કબજિયાત કે પેટને લાગતા રોગો તથા અનેક સમસ્યાનો ઈલાજ માટે અપાશે. વધુમાં, કોરોનાની મહામારીમાં ઠપ્પ થઈ ગયેલા વ્યવસાયને આગળ કઈ રીતે વધારવો અને આત્મનિર્ભર કઈ રીતે બનવું તે વિશેનું માર્ગદર્શન પણ અપાશે. આ સેમિનારમાં જોડાવા માટે નિધિ પટેલના મો. નંબર 70464 22118 અથવા 97250 65623 ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..