મોરબી : રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા મોરબી જિલ્લામાં કોરોના મહામારી અંગે જાગૃતિ લાવવા ડોર ટુ ડોર સંપર્ક શરુ કરવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ કાન્તિલાલ ડી. બાવરવા તેમજ ક્રિષ્ના પટેલ દ્વારા વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત કાંતિપુર, બીલીયા, નાનાભેલા, ખીરસરા, તરધડી જેવા ગામો તેમજ મોરબી નગરપાલિકા વોર્ડ નં. 4ના વિવિધ વિસ્તારમાં લોકોને પત્રિકા વિતરણ કરી લોકોને કોરોના અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. વધુમાં આ કાર્ય મોરબી જીલ્લાના દરેક ગામ અને શહેરોમાં જુદી જુદી ટીમો દ્વારા દરેક ઘર સુધી પહોચવાની નેમ સાથે ચાલી રહ્યું છે. આ સાથે પ્રદેશ સમિતિ દ્વારા છપાવવામાં આવેલ એક માહિતી પત્રિકાનું વિતરણ પણ દરેક ઘરે કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય માં સેવાભાવી લોકો હોંશભેર જોડાઈને યોગદાન આપી રહ્યા છે તેમજ આ કાર્યમાં વધારેમાં વધારે લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવેલ છે. તેમ કે. ડી. બાવરવાની યાદીમાં જણાવાયું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..