હળવદ મામલતદાર કચેરી અને પોલીસ મથકે આવેદનપત્ર અપાયું હળવદ : હળવદમાં ગૌવંશ પર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર હુમલા કરતા હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે હળવદ આમ આદમી પાર્ટી દ્વારા ગૌવંશ ઉપર એસિડ એટેક કરનારાઓ તેમજ તિક્ષ્ણ હથિયારોથી હુમલા કરનારાઓ ને તાકીદે ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર અને પોલીસને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. હળવદમાં આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશ પર એસિડ એટેક તેમજ તિક્ષ્ણ હથિયારોથી હુમલા થઈ રહ્યા છે બે દિવસ પહેલા પણ હળવદ શહેરમાં ગૌવંશ પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. સાથે જ ભૂતકાળમાં પણ જીવલેણ હુમલા થયાના બનાવો સામે આવ્યા છે. જેથી પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે આવા અસામાજીક તત્વોને પકડી પાડી કડકમાં કડક કાર્યવાહી હાથ ધરે અને આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને અપરાધીઓ પર દાખલારૂપ કાર્યવાહી થાય તેવી ગૌપ્રેમીઓની પણ માંગ છે. આ તકે હળવદ તાલુકા આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારી, યુવા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, યુવામંત્રી રાજેશભાઈ રબારી, ચંદુભાઈ મોરી, સતિષભાઈ પ્રજાપતિ હિતેશભાઈ, હર્ષદભાઈ પંચોલી સહિતનાઓ હાજર રહ્યા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..