તું અમારી સામે કતરાય છે કેમ, કહી તલવારથી હુમલો, ત્રણ ઘાયલ

- text


હળવદના નવા કડીયાણા ગામના ઝાંપા પાસે બનેલી મારમારીની ઘટનામાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદના નવા કડીયાણા ગામના ઝાંપા પાસે અમારી સામે જોઈ કેમ કતરાય છે કહી ચાર શખ્સો તલવાર અને કુહાડી વડે હુમલો કરતા ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાયમલભાઇ સવાભાઇ ઠુંગા (ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.ગામ-કડીયાણા તા.હળવદ) એ આરોપીઓ અંકિત જાદવજીભાઇ, વનરાજ જાદવજીભાઇ, હકા સમરતભાઇ, જાદવજીભાઇ કાનજીભાઇ (રહે.તમામ ગામ- નવા કડીયાણા તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૭ ના રોજ સાંજના છ વાગ્યાથી સાડા છ વાગ્યાના અરસામાં ફરીયાદીનો ભત્રીજો જેના ડ્રાઇવરને બોલાવવા જતા આરોપીઓ ત્યા બેઠા હોય તે બાજુ જોતા એક આરોપીએ કહેલ કે તુ અમારી સામે કેમ કતરાય છે તેમ કહી લાફો મારતા ફરીયાદી તેઓને સમજાવવા જતા આરોપીએ તેના હાથમાની તલવારનો એક ઘા કરતા ફરીયાદીને ડાબા ગાલે તથા છાતીમા મારી તેમજ બીજો ઘા કરતા સાહેદ જીવણભાઇને ડાબા હાથે ઇજા અને બીજા હાથમાની કુહાડીનો ઘા કરતા સાહેદ નવઘણભાઇના પડખામા ઇજા થઈ હતી. આરોપીઓએ છરી કુહાડી તલવારો જેવા હથીયારો ધારણ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છુટા પથ્થરોના ઘા કરી ફરીયાદીને તથા સાહેદોને ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text