જિલ્લામાં નોંધાયેલ 2.61 લાખ પૈકી 1,00,186 એન.એફ.એસ.એ., 23314 બી.પી.એલ. અને 7124 અંત્યોદય યોજનાના લાભાર્થી : તંત્ર કહે છે 94 ટકા લોકોને લાભ અપાયો મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં રામભરોસે ચાલતી જાહેર વિતરણ વ્યવસ્થામાં કેન્દ્ર સરકારના મફત અનાજ વિતરણમાં મોટાપાયે ગોલમાલ ગોબાચારીની ફરિયાદો વચ્ચે સસ્તા અનાજના વેપારીઓ માલામાલ થઇ રહ્યા છે. તેવા સમયે ગત જૂન માસમાં એક લાખથી વધુ રેશનકાર્ડધારકોને મફત અનાજ વિતરણનો લાભ મળ્યો હોવાનું સરકારી ચોપડે જાહેર થયું છે. મોરબી જિલ્લામાં કુલ 2.61 લાખ રેશનકાર્ડ ધારકો નોંધાયેલા છે. જે પૈકી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ મોરબી જિલ્લામાં એપીએલ-1 કેટેગરીના 1,00,186, એપીએલ-2 કેટેગરીમાં 5, બીપીએલ કેટેગીરીમાં 23,314 અને અંત્યોદય યોજના હેઠળ 7124 સહીત કુલ 1,30,629 રેશનકાર્ડધારકોને કેન્દ્ર સરકારની વિનામૂલ્યે અનાજ આપવાની યોજના હેઠળ ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવે છે. જે અન્વયે મોરબી શહેર અને જિલ્લામાં જૂન માસમાં 94 ટકા લોકોને આ વિનામૂલ્યે અનાજનો લાભ આપવામાં આવ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જો કે, આશ્ચર્યની વાત તો એ છે કે મોરબી જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા તદ્દન રામભરોસે ચાલી રહી છે. 1.30 લાખથી વધુ એનએસએફએ કાર્ડ નોંધાયેલ છે ત્યારે અનેક કિસ્સામાં તો ખુદ રેશનકાર્ડ હૉલ્ડરને પણ ખબર નથી હોતી કે તેમના રેશનકાર્ડમાં સરકારની યોજનાનો લાભ મળી રહ્યો છે. બીજી તરફ પુરવઠા વિભાગ પાસે પણ પુરવઠા ઇન્સ્પેક્ટરનો સ્ટાફ જ ન હોય શહેર કે જિલ્લામાં સરકારના નિયમ મુજબ ચેકીંગ થતું નથી પરિણામે સસ્તા અનાજના પરવાનેદારો એટલે કે વોર્ડ વાળાને ચાંદી-ચાંદી થઇ ગઈ છે. એથી પણ ચોંકાવનારી બાબત એ છે, કે સીટી કે તાલુકા મામલતદાર કચેરીના પુરવઠા નાયબ મામલતદાર પણ પ્રજાજનોને તેમના હિસ્સાનું અનાજ, ખાંડ, ચોખા મળ્યા છે કે નહીં તે જોવા ક્રોસ વેરિફિકેશન કે ચેકીંગ કરવાને બદલે ઓફિસમાં બેસી આરામથી વહીવટ ચલાવી રહ્યા છે. પરિણામે સસ્તા અનાજ હેઠળ વિતરણ કરવાના અનાજ અને ચોખાનું મોટા પ્રમાણમાં ડાયવર્જન થઇ રહ્યું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..