મોરબી : મોરબીના ઇન્ડીયન લાયન્સ કલબ-મોરબી અને કેંગન વોટર સેન્ટર દ્વારા આગામી તા.11 અને 12ના રોજ હેલ્થ અવેરનેસ સેમીનાર તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડીયન લાયન્સ કલબ-મોરબી તથા કેંગન વોટર સેન્ટર દ્વારા હેલ્થ અવેરનેસનો સેમીનાર તા. 11ને રવિવારના સવારે 9 કલાકે, ઓમ હોસ્પીટલ હોલ, મધુરમ લેબોરેટરી ઉપર, ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ, સાવસર પ્લોટ મેઈન રોડ ખાતે રાખેલ છે. આ સેમીનારમાં સંજયભાઈ સોંડાગર, જયેશભાઈ રાવલ, ભાવેશભાઈ પીપરવાડીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, અષાઢી બીજના દિવસે તા. 12ના રોજ ફ્રી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન દિપ હોમીયો. ક્લિનિક, રામ ચોક, મોરબી ખાતે કરેલ છે. જેમાં ડો. નિલેશભાઈ ગામી, મહેન્દ્રભાઈ, ડો. દિપકભાઈ ગામી હોમીયોપેથીક, એકયુપ્રેસર, પ્રાણીક હીલીંગ , ડેન્ટલ અને વોટર થેરાપી દ્વારા સારવાર કરાશે. તો શહેરીજનોએ સેમિનાર અને કેમ્પમાં જોડાવા માટે ક્લબ દ્વારા યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..