વાંકાનેર સીટી પોલીસે સીમ વિસ્તારમાં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે રાતીદેવડી અને તીથવા વચ્ચે આવેલ સીમ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પડતા પાંચ જુગારી ઝડપાઇ ગયા હતા. જયારે બે જુગારી નાસી છુટતા પોલીસે ફરાર જાહેર કરી પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દફતરેથી જાણવા મળતી વિગતો મુજબ રાતીદેવળીથી તીથવા જવાના કુબાવાળા કાચા રસ્તે,પવનચક્કી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી (૧) અરજણભાઇ રવાભાઇ લામકા, રહે.પંચશીલ સોસા.કુવાડવા રોડ ,વાંકાનેર (૨) રમેશભાઇ વિભાભાઇ ફાંગલીયા, રહે.રાતીદેવળી (૩) મુકેશભાઇ લાલજીભાઇ સાબરીયા,રહે. સજ્જનપર (૪) મેહુલભાઇ વિનયચંદ્ર મારૂ, રહે. વાંકાનેર ઝાંપા શેરી જવાસા રોડ (૫) ઇબ્રાહીમભાઇ અલ્લારખાભાઇ,રહે.વાંકાનેર હાઉસીંગ સોસા. રેલ્વે સ્ટેશનની બાજુ વાળાને રોકડા રૂપિયા ૨૭,૩૦૦ સાથે ઝડપી લીધા હતા. જયારે હનીફભાઇ વકાલીયા, રહે-તીથવા અને નીઝામભાઇ મોમીન રહે-તીથવા વાળા આરોપી નાસી છુટતા પોલીસે બન્ને આરોપીઓને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..