'આઝાદી કા અમૃત' મહોત્સવ અંતર્ગત કલાકારો પાસેથી ગીત-રચના મંગાવાઈ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીને મોકલી આપવા અનુરોધ મોરબી : 'આઝાદી કા અમૃત' મહોત્સવની ઉજવણી અંતર્ગત મોરબીના કલાકારો પાસેથી દેશભક્તિ ગીતોની રચના કરવાની તક સાંપડી છે. મૌલિક રચનાઓ 11 જુલાઈ સુધીમાં મોકલી આપવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્થાનિક ક્ષેત્રની બોલી અને ભાષામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સ્વાતંત્ર્ય કાર્યક્રમો અને તેમની ગાથાઓના વર્ણનને આવરી લેવામાં આવે તેવા ગીતોની રચના ઉજવણીના ભાગ રૂપે મંગાવવામાં આવેલ છે. મોરબી જિલ્લાના ઇચ્છુક કવિ, ગીતકારને આ વિષયલક્ષી ગીતની રચના તથા નામ, સરનામું, મોબાઇલ નંબર, તથા ઇ-મેઈલ એડ્રેસની વિગતો સાથે તા. ૧૧ જુલાઇ, ૨૦૨૧ ને બપોરે ૧૨ કલાક સુધીમાં ટાઈપ કરીને પીડીએફ ફાઇલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના email id: dydomorbi36@gmail.com પર મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..