મોરબી : મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન એક્ટિવ બની અધિકારી અને કોન્ટ્રાકટરને દોડાવી રહ્યા છે. જેમાં આજે ખોખરા-બેલા રોડનું કામ લાંબા સમયથી બંધ હોય પુનઃ રોડનું અધૂરું કામ ચાલુ કરાવ્યું હતું. મોરબીમાં ભરતનગર નજીક ખોખરા-બેલા હનુમાન મંદિરવાળા રોડનું કામ છેલ્લા દોઢ-બે વર્ષથી કોઈ કારણસર બંધ પડેલ હતું જે ધ્યાને આવતા આજે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ રોડનું બાકી રહેલ કામ ચાલુ કરાવ્યું હતું. તેમજ કોન્ટ્રાક્ટરને કામ યોગ્ય રીતે કરવા તાકીદ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..