મોરબીમાં મહિલા સંચાલિત જુગારધામમાંથી 7 જુગારણ ઝડપાઇ

- text


બી ડિવિઝન પોલીસે રામક્રુષ્ણનગરમાં દરોડો પાડ્યો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રામકૃષ્ણગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઉપર દરોડો પાડી સાત જુગારણોને રોકડા રૂપિયા ૨૫૭૨૦ તેમજ મોબાઈલ ફોન સહીત કુલ રૂ.૪૩૨૨૦ના મુદામાલ સાથે ઝડપી લેતા જુગારી તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના રામકૃષ્ણનગરમાં મકાન નંબર ૧૦માં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા (૧) જયાબેન રમેશભાઇ લાલુકિયા, (૨) હીનાબેન ગીરધરભાઇ ધામેચા, (૩) મેધાબેન અશ્વિનભાઇ સપટ, (૪) લીલાબેન ગોવિદભાઇ ખોટ, (૫) શાહિનબેન નુરમહંમદભાઇ સુમરા, (૬) ઉષાબેન અશ્વિનભાઇ સપટ અને (૭) મજુંબેન લાભુભાઇ કાંટા નામની મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગઈ હતી.

- text

પોલીસે જુગારના પટમાથી રોકડા રૂપીયા-૨૫૭૨૦ તથા મોબાઇલ નંગ-૪ કિંરૂ.૧૭,૫૦૦ સહીત કુલ .રૂ.૪૩૨૨૦ મુદામાલ કબ્જે કરી તમામ મહિલાઓ વિરુદ્ધ જુગારધારા કલમો મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text