મકાઈ એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ (ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને અંગ્રેજીમાં Maize કે Corn કહેવાય છે. મકાઈ ભારતમાં ઘઉ અને ડાંગર પછી ત્રીજા ક્રમનો મહત્વનો ધાન્ય પાક ગણાય છે. વિશ્વ કક્ષાએ મકાઈનો સૌથી મોટો ઉત્પાદક દેશ અમેરિકા છે. જે વિશ્વના કુલ ઉત્પાદનનો અંદાજે 42% હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં દાહોદ, પંચમહાલ અને વડોદરા જીલ્લા મકાઈના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ચોમાસુ ચાલુ થતા બજારમાં મકાઈ દેખાવા લાગે છે. મકાઈના દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી શકાય છે. મેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલા રોટલા અને બ્રેડ લોકોના રોજિંદા ખોરાકનો ભાગ હતા. અમેરિકન મકાઈનો ઉપયોગ સૂપ, સલાડ અને પંજાબી સબ્જીમાં પણ કરવામાં આવે છે. અને મકાઈ બાફીને પણ ખાઈ શકાય છે. તેમજ દેશી મકાઈના ડોડાને શેકીને લીંબુ-મરચું લગાવીને ખાવાની મજા તો સૌ કોઈ માણી હશે. ત્યારે હવે મકાઈના સેવનના ફાયદા પણ જાણી લઈએ.મકાઈના દાણાંમાં પુષ્કળ માત્રામાં મેગ્નેશિયમ, આયર્ન, કોપર અને ફોસ્ફરસ હોય છે. જેનાથી હાડકાં મજબૂત બને છે. મકાઈમાં ભરપુર માત્રામાં રેસા હોય છે. આથી, ખાવાથી પાચન સારું રહે છે. આનાથી કબજિયાત, હરસના રોગમાં ફાયદો થાય છે. તે કેરોટિનાયડ વિટામિન એનો સારો સ્ત્રોત છે. જે વિટામિન એની ઉણપ દૂર કરે છે. મકાઈમાં વિટામિન સી, કેરોટિનોઇડ અને હાયોફ્લેવિનોઇડ હોય છે. આથી, તે કોલેસ્ટ્રોલ ફાઈટર ગણાય છે. અને તે હૃદયના દર્દીઓ માટે હિતકારી છે. પથરીની સારવારમાં પણ મકાઈ ઉપયોગી છે. તે લોહીના ફ્લોને પણ વધારે છે. મકાઈમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. આથી, ત્વચા કોમળ બને છે. ફોડલીઓ કે ખંજવાળ દૂર કરવા તેના સ્ટાર્ચનો ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા વિટામિન બી અને ફોલિક એસિડના કારણે એનિમિયાના ઈલાજમાં ફાયદો થાય છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..