મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા કારચાલકને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. મોરબીના વીસી ફાટક નજીક કારચાલક જયદીપભાઇ જયંતીભાઇ મેલાણીયા (ઉ.વ. 28, રહે. મહેસાણા) પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ રેડ લેબલ ફોરસેલ ઇન રાજસ્થાન સ્ટેટ ઓનલીની સીલ તુટેલી આશરે 750 એમ.એલ. પ્રવાહી ભરેલ 1 બોટલ (કિ.રૂ. 300) સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલ અને કાર મળી કુલ રૂ. 3,50,300ના મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપીની અટકાયત કરી તેની સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..