12 વર્ષથી ન્યાય માટે ઝઝૂમતી હોવા છતાં ન્યાય ન મળતા અંતે 12 જુલાઈએ કરશે આત્મવિલોપન મોરબી : મોરબીમાં ઘરેલુ હિંસાના કેસમાં પીડિતા 12 વર્ષથી ન્યાય માટે ઝઝૂમતી હોવા છતાં ન્યાય ન મળતા આંખરે કંટાળીને પીડિતાએ 12 જુલાઈએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. જો કે આત્મવિલોપનની ચીમકી બાદ પોલીસે પીડિતા સામે કાર્યવાહી કરી હોવા છતાં તેણીએ આત્મવિલોપન માટે અડગ રહેવાનો નીર્ધાર કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મોરબીમાં રહેતી જયશ્રીબેન કાનજીભાઈ કંઝારિયાએ લેખિતમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન વર્ષ 1998 માં અગાઉ સી.આર.પી.એફ. માં ફરજ બજાવતા કાનજીભાઈ દેવજીભાઈ કંઝારિયા સાથે થયા બાદ સાસરિયાઓ ખોટી શંકા કરતા હોય તેમજ ચઢામણી કરતા પતિ મારકુટ કરતો હતો. આ ત્રાસ 12 વર્ષ સહન કર્યા બાદ વર્ષ 2009 માં પતિએ બેફામ માર મારતા તેઓએ પતિ અને સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની જે તે સમયે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન એક સમયે પોલીસે તેમના પતિની ખાધા-ખોરાકી કેસમાં ધરપકડ પણ કરી હતી. પણ જેલમાંથી છૂટીને પતિ ફરાર થઈ ગયો છે. જે આજ દિન સુધી ન મળી આવતા તેના પતિને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ઘરેલુ હિસાના કેસમાં છેલ્લા 12 વર્ષથી કોર્ટમાં ન્યાય ન મળતો હોવાથી તેમણે 12 જુલાઈએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. જેના પગલે પોલીસે આ મહિલાની ધરપકડ કરી મામલતદાર સમક્ષ રજુ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. તેમ છતાં પણ પીડીતાએ 12 જુલાઈએ આત્મવિલોપન કરવાના નિર્ણયમાં અડગ હોવાનું જણાવ્યું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..