જિલ્લામાં કોવિડ જાહેરનામાનો ભંગ કરનાર કુલ 17 સામે પગલાં મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે ગઈકાલે 24 કલાક દરમિયાન કોવિડ જાહેરનામાનો ભંગ કરનાર કુલ 17 સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોરબી જિલ્લામાં કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 13 સામે કાર્યવાહી કરી હતી. જ્યારે જિલ્લામાં એકમાત્ર ટંકારામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરવા એક સામે જ ગુન્હો નોંધાયો હતો. મોરબી શહેરમાં ગતરાત્રે કફર્યુનો ભંગ કરી ખોટા આંટાફેરા કરતા 4 લોકો, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષા ચાલકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 રીક્ષા ચાલકો, એક ઇકો કાર ચાલક તેમજ માસ્ક પહેર્યા વગર જાહેરમા નીકળેલા એક વ્યક્તિ, માળીયામાં માસ્ક પહેર્યા વગર જાહેરમા નીકળેલા 2 વ્યક્તિ તેમજ ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા એક રીક્ષા ચાલક સહિત 17 સામે પોલીસે કોવિડ જાહેરનામાના ભંગ બદલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..