મોરબી : મોરબી શહેરના ક્લોક હબ ગણાતા લાતીપ્લોટ વિસ્તારના 20 વર્ષ જુના રોડ,રસ્તા અને વરસાદી પાણી નિકાલના પ્રશ્ને પ્રભારી મંત્રી અને ધારાસભ્ય દ્વારા રૂ.20 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવતા મોરબી ક્લોક એસોશિએશન દ્વારા પ્રભારી અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. મોરબી કલોક એસોસીએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ લાતીપ્લોટને સુવિધા માટે રૂ.20 કરોડના ખર્ચે સીસીરોડ અને વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા અંગેના ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવતા કલોક ઉદ્યોગકારોમાં ખૂબ જ આનંદની લાગણી વ્યાપી ગઈ હોવાનું જણાવી પ્રભારીમંત્રી સૌરભભાઈ, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સરકારનો આભાર માન્યો છે. વધુમાં આ રાહત પેકેજ અન્વયે ત્વરિત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ઝડપભેર કામગીરી શરુ થાય તેવી આશા વ્યક્ત કરી લાતીપ્લોટના વર્ષો જુના પ્રશ્નનું નિરાકરણ લાવવા બદલ સરકારના પ્રતિનિધિઓનો તમામ ઉદ્યોગકારો વતી આભાર વ્યક્ત કર્યો હતો. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..