ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા જિલ્લા પોલીસવડાને વધુ એક ધગધગતું આવેદનપત્ર અપાયું મોરબી : મોરબી જિલ્લામાં બોયોડીઝલના નામે વેચાતા કેમીકલ બંધ કરવા ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા થોડા દિવસો અગાઉ એસપીને ૨જુઆત કરી હતી તે સંદર્ભમાં એસપી માર્ગદર્શન હેઠળ જે કામગીરી કરી બાયોડીઝલના પંપ બંધ થયા છે પરંતુ ભેજાબાજ ટોળકી દ્વારા હવે બોયોડીઝના નામે કેમીકલ વેચવા હરતા-ફરતા મોબાઈલ પંપ શરૂ કર્યા હોવાની ચોંકાવનારી રજૂઆત સાથે આજે વધુ એક વખત જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા જિલ્લા પોલીસવડાને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અમુક લોકો સરકારના આદેશને ઘોળીને પી ગયા છે અને બાયોડીઝલના નામે ભેળસેળ યુકત કેમીકલ વહેંચી રહયા છે. હાલે આ બાયોડીઝલના નામે ભળતું કેમીકલ જે પહેલા માળીયા હાઈવે તરફ વહેંચાતું હતું, તે હવે વધાસીયા,ઢુંવા, પંચાસર, અને ૨ફાળીયા જી.આઈ.ડી.સીમાં વહેંચાઈ રહ્યું છે અને ચોંકાવનારી વાતતો એ છે કે મુખ્યમંત્રીના આદેશ બાદ હવે ભેજાબાજો દ્વારા આ બાયોડીઝલ જેવું કેમીકલ બોલેરો અને યુટીલીટી ગાડીમાં ટાંકી બનાવીને સીધુ જ પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ બાયોડીઝલના ભળતા નામે વેચાતું કેમીકલ દહિંસરા પંથકમાં પણ ધોધમાર વેચાતું હોવાનું જાણવાયું છે. વધુમાં જણાવ્યું હતું કે, આ બાયોડીઝલ મુંદ્રા પોર્ટથી આયાત કરવામાં આવે છે. તેવી વાતો કરી પ્રદુષીત કેમીકલ હાલે મોરબીમાં મીક્ષ કરવામાં આવે છે અને મુંદ્રાથી આવતું બાયોડીઝલ શુધ્ધ નથી હોતું તે પણ ભેળસેળ યુકત છે. આ સંજોગોમાં બોલેરો અને યુટીલીટીમાં 2000 લીટરના ખાના બનાવી ગેરકાયદેસર વેંચતા આ બાયોડીઝલના ગોરખધંધા તાકીદે બંધ કરાવવાની માંગ ઉઠાવી ભગતસિંહ ક્રાંતિદળના સભ્યો પણ આ બોલેરો યુટીલીટી ઉપર દેખરેખ રાખી રહયા છે. જે ધ્યાનમાં આવશે તો જનતાને સાથે રાખી આ ભેળસેળ યુકત કેમીકલ પકડી પાડવામાં આવશે તેવું રજૂઆતના અંતે જણાવ્યું હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..