સમગ્ર લાતીપ્લોટ વિસ્તારમાં સિમેન્ટ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે ખાસ રૂપિયા 20 કરોડનું પેકેજ મંજુર કરાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબી : મોરબીના ક્લોક મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા લાતીપ્લોટ વિસ્તારમાં ઉબડ-ખાબડ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નજીકના ભવિષ્યમાં આવશે, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ લાતીપ્લોટના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે વધારાનું રૂ.20 કરોડનું પેકેજ મંજુર કરાવ્યું છે. જેના થકી લાતીપ્લોટમાં સિમેન્ટ રોડ અને વરસાદી પાણી નિકાલનો કાયમી પ્રોજેક્ટ સાકાર બનશે. મોરબીના નાના ઉદ્યોગકારો માટે મહત્વના એવા લાતી પ્લોટમાં સિમેન્ટ – ક્રોંક્રીટ રોડ અને વરસાદી પાણીના નિકાલ માટેનો વર્ષો જૂનો પ્રશ્ન મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ ક્લોક એસોસીએશનના આગેવનો મુક્યો હતો. જે અંગે ધારાસભ્યએ મોરબીના પ્રભારી સૌરભભાઇ પટેલ સમક્ષ આ બાબતે વિગતે ચર્ચા કરીને જણાવ્યુ હતું કે લાતી પ્લોટમાં ચોમાસામાં ઉદ્યોગ ચલાવતા નાના ઉદ્યોગકારો, માલ વાહતુક વાહનો અને હાથલારીઓને બિસ્માર રસ્તાઓને કારણે ભારે મોટી મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ન થવાથી દુકાનદારો અને નાના ઉદ્યોગકારોને પણ ભારે મોટી સમસ્યા રહે છે. તે જોતાં વહેલી તકે સી.સી. રોડ અને સ્ટ્રોમ વોટર પાઇપ ડ્રેન નાંખીને આ પ્રશ્ન તાકીદે ઉકેલવો જરૂરી છે. જે અન્વયે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ચીફ ઓફિસર તેમજ સંગઠન પ્રમુખ વિગેરે સાથે પરામર્શ કરીને સ્થાનિક કાઉન્સિલરોની આ અંગેની લાગણીને ધ્યાને લઈ આ પ્રશ્ન ઉકેલવા મસલત કરેલ. ક્લોક એસોસીએશનની પણ આ માટે સતત આગ્રહભરી માંગણી રહી હતી. જેના ફળ સ્વરૂપે મોરબી નગરપાલિકા દ્વારા લાતી પ્લોટના મેઇન રોડ, ક્રોસ રોડ અને અંદરની શેરીઓ સહિત તમા રસ્તાઓ રૂ. ૧૫ કરોડના ખર્ચે બનાવાવા મંજૂર કરાયા છે. તેમજ રૂ. ૪ કરોડ ૫૩ લાખના ખર્ચે લાતી પ્લોટના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઇપ ડ્રેન પણ નાંખવામાં આવશે. ધારાસભ્ય બ્રિજેશ મેરજાની લાતી પ્લોટ વિસ્તારના ઉદ્યોગકારોને પડતી રસ્તા અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવાની જહેમત લેખે લાગી છે. ટૂંક સમયમાં સી.સી. રોડ અને વરસાદી પાણીના નિકાલના કામોની કામગીરી હાથ ધરાશે. આ અંગેના ટેન્ડરને વહીવટી મંજૂરી પણ મળી ગઇ છે તેવી માહીતી ચીફ ઓફિસર દ્વારા આપી છે. આમ, વર્ષો જૂનો લાતી પ્લોટનો સિમેન્ટ – કોંક્રીટ રોડ અને વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ક્લોક એસોસીએશનના - અગ્રણીઓની ધારાસભ્ય સમક્ષની રજૂઆતોના પરિણામે ઉકેલાયો છે. જેને ક્લોક એસોસીએશન સહિત લાતી પ્લોટના તમામ ઉધ્યોગકારોએ આવકાર્યો છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..