ટંકારા : વરસાદ ખેંચાતા મોંઘા ભાવના ખાતર-બિયારણ ફેઈલ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ટંકારા પંથકના ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ટંકારા પંથકના ટંકારા, ઘ્રુવનગર, જબલપુર, હડમતિયા, લજાઈ, વિરપર, નશીતપર, સજનપર, લખઘીરગઢ, રાજાવડલા, સાવડી, સરાયા, ભુતકોટડા, હરબટીયાળી, મેઘપર, નેસડા જેવા અનેક ગામોના ખેડુતોએ કરજ લઈ મોંઘા ભાવના ખેડ, ખાતર, બિયારણનું વાવેતર કરી ચુક્યાં છે. ત્યારે હાલ વરસાદ ખેંચાતા જગતનો તાત દેણદાર બનીને લમણે હાથ દઈને ચિંતિત બની મેઘરાજાના આગમનની ચાતક નજરે આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. ગામડાઓમાં કુવા, તળાવો, ચેકડેમો તળીયા ઝાટક છે ત્યારે ખેડુતો પોતાના દિકરાની જેમ ઉછેરેલા મહામુલા પાકને ડોલ અને ડબલા દ્વારા પાણીનું સિંચન કરી બચાવી રહ્યા છે. ત્યારે સરકાર પણ આ બાબતે ખેડુતો પ્રત્યે કુણું વલણ અપનાવી કેનાલ તેમજ નર્મદા લીંક દ્વારા તાત્કાલિક ધોરણે પાણી છોડી ખેડુતોનો મુરજાતો પાક ઉગારી શકે તેવા પ્રયત્નો કરવા હડમતિયાના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયાએ મીડિયાના માધ્યમ થકી રાજ્ય સરકારને અનુરોધ કર્યો છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..