તેઓને ભારતના હિંદી સિનેમા ક્ષેત્રનો સર્વોચ્ય દાદા સાહેબ ફાળકે અવૉર્ડ તેમજ પાકિસ્તાનના નિશાન-એ-પાકિસ્તાન ખિતાબથી નવાજવામાં આવ્યા હતા હિન્દી સિનેમાના મહાન અભિનેતા દિલીપકુમારે દુનિયાને અલવિદા કહી દીધું છે. બોલિવૂડના ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાતા 98 વર્ષીય દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું આજે 7 જુલાઈના રોજ સવારે નિધન થયું છે. તેમને 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ICUમાં દાખલ હતા. ત્યારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર, 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો અને તેમના માતા-પિતાએ તેમનું નામ યુસુફ ખાન રાખ્યું હતું. પરંતુ દિગ્ગજ અભિનેત્રી દેવિકા રાનીએ તેમનું નામ બદલીને દિલીપકુમાર રાખ્યું હતું. અને તેઓ દિલીપકુમારના નામથી જ બોલિવૂડમાં પ્રસિદ્ધ થયા છે. સત્યજીત રે એ તેમને 'The Ultimate Method Actor' તરીકે ઓળખાવ્યા છે. 12 ભાઈ-બહેન સાથે ઉછરતા દિલીપકુમારનું બાળપણ ખૂબ જ તંગીમાં પસાર થયું હતું. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો અને મુંબઈ સ્થાયી થયો હતો. તેમણે પૂણેની આર્મી ક્લબમાં સેન્ડવિચ સ્ટોલ પર પ્રથમ નોકરી શરૂ કરી હતી અને તેનો પહેલો પગાર 36 રૂપિયા હતો. દિલીપકુમાર રાજ્ય સભાના સભ્ય એટલે કે સાંસદ તરીકે એક સત્ર માટે ચૂંટાયા હતા. દિલીપકુમારે 1966માં અભિનેત્રી અને સૌદર્યં સામ્રાજ્ઞી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા, જે તેમનાથી 22 વર્ષ નાના છે. ત્યારબાદ તેઓએ 1980માં સાયરા બાનુને ડિવોર્સ આપ્યા વિના અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટક્યા નહી. દિલીપકુમારે 1944માં ફિલ્મ 'જ્વાર ભાટા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત 'અંદાજ' (1949), 'આન' (1952) તેમજ નાટકીય 'દેવદાસ' (1955), જે ફિલ્મ તે જમાનામાં સુપર હિટ નીવડી હતી. આ ઉપરાંત, રમુજી ફિલ્મ 'આઝાદ' (1955), ઐતહાસિક 'મુગલ-એ-આઝમ' (1960) તેમજ સામાજીક ફિલ્મ 'ગંગા જમુના' (1961)માં અભિનય કર્યો છે. તેમજ 'ક્રાંતિ', 'કર્મા', 'સૌદાગર' જેવી અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. છેલ્લે તેઓ ફિલ્મ 'કિલ્લા' ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમણે 6 દાયકામાં અંદાજે 60 ફિલ્મોમાં કામ કરી બોલીવૂડમાં સફળ કારકિર્દી બનાવી છે. દિલીપકુમારે બોલિવૂડમાં ત્રણ વખત સતત શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ મેળવનાર એકમાત્ર અભિનેતા હતા. 1955, 1956, 1957 એમ સતત ત્રણ વર્ષ શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ મળ્યો હતો. પાકિસ્તાન સરકારે પણ નિશાન-એ-પાકિસ્તાન ખિતાબથી નવાજ્યા હતા. તેમને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળ્યો હતો. હિંદી સિનેમાના સૌથી મોટા સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કર્યા હતા. આમ, દિલીપકુમારે 36 રૂ.ના પગારથી નોકરી શરુ કરી અભિનયથી લઇ રાજકારણ સુધીની યાત્રા સફળતાપૂર્વક પાર કરી હતી. પરંતુ તેઓ આજે તબિયત સામે હારી જતા હિંદી સિનેમાના એક યુગનો અંત થઈ ગયો છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..