એસટી બસના ચાલકે ટ્રક ટ્રેઇલર સામે ફરિયાદ નોંધાવી હળવદ : માળીયા-હળવદ હાઇવે રોડ ઉપર ટ્રક ટ્રેઇલર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાની પહોંચી હતી. પણ સદનસીબે જાનહાની થઈ ન હતી. આ બનાવ અંગે એસટી બસના ચાલકે ટ્રક ટ્રેઇલર સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભારતસિંહ સોમાભાઇ ડામોર (ઉ.વ. ૪૪, ધંધો-નોકરી, રહે.સુલીયાત, તા.મોરવાહડફ, જી. પંચમહાલ, હાલ-સુરત સીટી, મેઇન બસ સ્ટેન્ડ સ્ટાફ કવાર્ટરમા) એ આરોપી ટ્રક ટેઇલર નંબર જીજે-૧૨-બીટી-૩૮૫૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૫ ના રોજ રાતના પોણા નવેક વાગ્યાના સુમારે માળીયા-હળવદ હાઇવે રોડ આસ્થા કંપનીના બોર્ડ નજીક રોડ ઉપર આરોપીએ હવાલાવાળી ટ્રક ટેઇલર નં જી.જે-૧૨.બી.ટી.૩૮૫૮ વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીની હવાલાવાળી સરકારી એસ.ટી.બસ નં. GJ 18 Z 3183 વાળી સાથે ભડકાડી એસ.ટી. બસમા નુકશાની કરી તેમજ આરોપીએ તેના હવાલાવાળી ટ્રક ટેઇલરમા પણ નુકશાની કરી હોવાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..