મહેન્દ્રનગરમાં ચોરીની ઘટના : બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે દોડી મોરબી : તસ્કરો હવે અનલોક થયા હોય તેમ રાત્રી કરફ્યુમાં પણ મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે તસ્કરોએ ત્રણેક મકાનને નિશાન બનાવીને સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તસ્કરોને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ગામે ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ મહેન્દ્રનગર ગામના ત્રણેક મકાનમાં ખાતર પાડયું હતું. જેમાં આ મકાનોમાંથી તસ્કરો સોનાના દાગીના તેમજ રોકડ સહિત મોટો દલ્લો ઉઠાવી ગયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ચોરીના બનાવ અંગે બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલે જણાવ્યું હતું કે, હજુ આ બનાવની જાણ થઈ હોવાથી હાલ ત્રણ મકાનમાં ચોરી થઈ હોવાની વિગતો મળી છે. હજુ આ બનાવ અંગે તપાસ શરૂ કરાઇ છે.આથી કુલ કેટલા મકાનમાં કેટલી માલમતાંની ચોરી થઈ છે એ પોલીસની તપાસના અંતે બહાર આવશે તેમ જણાવી આ બનાવનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..