હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની શિક્ષકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આયોજિત નિબંધ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની સંઘાણી વિશાલભાઈ હાલ ચોટીલા તાલુકાના કાળાસર ગામની આશ્રમ શાળામાં શિક્ષક તરીકે ફરજ નિભાવે છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પર્યાવરણ સંરક્ષણ અંગે નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમને 'પ્રકૃતિની ગોદમાં પ્રવાસ' શીર્ષકથી નિબંધ લખેલો હતો. આ સ્પર્ધામાં 1223 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી વિશાલભાઈ એ સુરેન્દ્રનગર જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવેલ છે. આથી, તેમને પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આ તકે ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટના પ્રમુખ મનહરસિંહ ઝાલા, અતિથિ વિશેષ તરીકે ડો. હરેશભાઈ બાંભણિયા અને મુખ્ય વક્તા તરીકે હિતેશભાઈ મહેતા હાજર રહ્યા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..