રામચોક, ફૂલવાડી શેરી અને મિનારા શેરીના રહેવાસીઓની પાલિકાને રજુઆત વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલા જુનવાણી વિસ્તારો ફરતે રાજાશાહી સમયની ગઢની રાંગની દીવાલ જર્જરિત બની જતા અહીં વસવાટ કરતા રહેવાસીઓ દ્વારા જાનહાનીનો ભય વ્યક્ત કરી રીપેરીંગ કરવા અથવા જોખમી દીવાલ દૂર કરવા પાલિકા સમક્ષ રજુઆત કરી છે. વાંકાનેર શહેરમાં રામચોક, ફૂલવાડી શેરી અને મિનારા શેરી વિસ્તારમાં આવેલી રાજાશાહી વખતની ગઢની રાંગ હાલમાં અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાથી અકસ્માત થવાનો અને જાનહાની થવાનો ભય વ્યક્ત કરી અહીં વસવાટ કરતા નાગરિકો દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી આ દીવાલ દૂર કરવા અથવા સત્વરે મરામત કરવા માંગ ઉઠાવી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..