મોરબી : મમતા દિવસની ઉજવણીને પગલે આવતીકાલે મોરબી સહિત રાજ્યભરમાં કોરોના વેકસીનેશનની કામગીરી બંધ રાખવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આરોગ્ય વિભાગ દ્વારા દર બુધવારે મમતા દિવસ ઉજવવામાં આવે છે. જેમાં સગર્ભા માતા, ૦ થી ૨ વર્ષ સુધીના બાળકોનું રસીકરણ, કિશોરી હેલ્થ ચેકઅપ વિગેરે કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત આવતીકાલે મોરબી સહિત રાજ્યભરમાં મમતા દિવસની ઉજવણીને કારણે કોરોના રસીકરણ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હોવાનું મોરબી જિલ્લા વેકસીનેશન અધિકારી વિપુલભાઈ કારોલીયાએ જણાવ્યું હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..