માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના સરવડ ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલ યોજાઈ હતી. રાજય આરોગ્ય ૫રીવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાયર સેફટી માટે દર મહીનાની 6 તારીખે દરેક આરોગ્ય સંસ્થામાં ફાયર સેફટી મોકડ્રીલ થાય તેવુ જણાવ્યુ છે. તે અન્વયે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર-સરવડ ખાતે મેડીકલ ઓફીસર નીરાલી પી. ભાટીયાના નેજા હેઠળ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફને ફાયર સમયે બચાવવાની કામગીરી, ફાયર એકસ્ટીગ્યુસનનો ઉ૫યોગ, ફાયર સમયે જવાબદારી અંગે પ્રેકટીકલ અને થિયરીકલ માર્ગદર્શન આ૫વામાં આવ્યુ હતું. તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર-સરવડમાં ફાયર મોકડ્રીલ કરવામા આવી હતી. આ ફાયર મોકડ્રીલ તમામ સ્ટાફ તથા વેકશીનેશન માટે આવેલ લોકોએ ૫ણ ભાગ લીઘો હતો. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..