શક્તિ ચેમ્બરની ઘટનામાં હત્યા થયાનું ખુલતા બે શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી મોરબી : મોરબીના શક્તિ ચેમ્બરની નીચેથી ગઈકાલે એક યુવાનની લાશ મળતા સીસીટીવી કેમેરામાં યુવાન ત્રીજા માળેથી પડતો દેખાતા પોલીસે આ બનાવની સઘન તપાસ કરતા આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યુ હતું. જેમાં શકિત ચેમ્બરના ત્રીજા માળેથી બે નરાધમ શખ્સોએ યુવાનને નીચે ફેંકી દેતા મોત થયાનો ઘટસ્ફોટ થયો હતો. આથી પોલીસે આ બનાવ અંગે બે શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના સામાકાંઠે હાઇવે નજીક આવેલા શક્તિ ચેમ્બર નીચેથી ગઈકાલે રવિવારે સવારે રણજીત ભુપતભાઇ સોલંકી (ઉવ-૪૦) નામના યુવાનની.લાશ મળી આવી હતી. આથી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ યુવાન શક્તિ ચેમ્બરના ત્રીજા માળેથી નીચે પડતો દેખાયા બાદ પોલીસે સઘન તપાસ ચલાવતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું. આથી મૃતકના પિતા ભુપતભાઇ ટપુભાઇ સોલંકી (ઉવ-૭૬ ધંધો-મજુરી રહે- ૮૦ ફુટ નો રોડ દેવભગતની વાવની પાછળ ઇન્દીરા સોસાયટી હનુમાન મંદિર પાસે સુરેન્દ્રનગર) આરોપીઓ જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાધેર (રહે- પુનમ કેસેટ, ઉપર ડો.તખસીંહજી રોડ મોરબી), મુન્નો અલારખા પરમાર (રહે- રહે-વજેપરા મોરબી) સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના દિકરા રણજીત ભુપતભાઇ સોલંકી (ઉવ-૪૦ રહે-હાલ ચેતનભાઇ રબારીની ચાની હોટલમા લખધીરપુર રોડ મોરબી)ને આરોપી જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાધેર (રહે- પુનમ કેસેટ, ઉપર ડો.તખસીંહજી રોડ મોરબી) તથા આરોપી મુન્નો અલારખા પરમાર (રહે- રહે-વજેપરા મોરબી)વાળાએ ગાળો આપતા મૃતકે તમારા બંનેથી શુ થાય તેમ કહેતા મૃતકને શકિત ચેમ્બરની લોબીમાથી મારી નાખવાના ઇરાદે ઉપાડી નીચે ધા કરતા મૃતકને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે બન્ને શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..