શહેરની છેવાડાની સોસાયટીઓ બાદ હવે શહેરની મધ્યમાં કાલિકા પ્લોટ, પરસોતમ ચોક સહિતના વિસ્તારમાં ગટર જેવી દુર્ગંધ મારતા ગંદા પાણી વિતરણથી જનઆરોગ્ય જોખમમાં મોરબી : મોરબી શહેરના છેવાડાના વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા પંદરેક દિવસથી ગટર મિશ્રિત ગંદા અને ફીણ વાળા પાણીનું વિતરણ થઇ રહ્યું છે ત્યારે હવે શહેરની મધ્યમાં આવેલ કાલિકા પ્લોટ, પરસોતમ ચોક સહિતના વિસ્તારમાં પણ અસહ્ય દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરાતા કોરોનાની બીજી લહેર કરતા પણ વધુ ખતરો મોરબીના શહેરીજનો ઉપર મંડરાઈ રહ્યો છે. મોરબી શહેરના શનાળા રોડ, રવાપર રોડ, વાવડી રોડ, વિજયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી ગટરના ગંદા પાણી મિશ્રિત પાણી પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા અનેક લોકોને ઝાડા ઉલ્ટી સહિતની બીમારી લાગુ પડી છે અને અનેક લોકો અન્ય બીમારીનો ભોગ બન્યા છે ત્યારે હવે શહેરની મધ્યમાં આવેલ કાલિકા પ્લોટ, પરસોતમ ચોક સહિતના વિસ્તારમાં પણ છેલ્લા વીસેક દિવસથી નળ વાટે ગંદા દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ચીફ ઓફિસરને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પંદરથી વિસ દિવસથી શહેરભરમાં ગંદા પાણીનું વિતરણ થઇ રહ્યું હોવા છતાં પાલિકાના બહુમત ભાજપી શાસકો દ્વારા પ્રજાને પડતી મુશ્કેલી અંગે હરફ સુધ્ધાં ઉચ્ચારવામા ન આવતા લોકો માથે કોરોનાની બીજી લહેર કરતા વધુ ખતરનાક જોખમ તોળાઈ રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..