મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામમાં ફેક્ટરીમાં પતરા પરથી પડી જતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નવા જાંબુડીયા ખાતે નીલકોર બાથ કારખાનામાં ગઈકાલે તા. 4ના રોજ જગમલભાઇ લક્ષ્મણભાઇ કુવરીયા (ઉ.વ. 37, રહે. ત્રાજપર) પતરા પર કામ કરી રહ્યા હતા. તે વખતે અકસ્માતે પડી જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ત્યાથી અચાનક વધુ તબિયત બગડતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરે તપાસી મૃત જાહેર કરેલ હતા. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તજવીજ કરી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..