ગેરકાયદે બાયોડિઝલના વેચાણ પર ધોસ બોલવવાની સૂચના આપી : ઔદ્યોગિક નગરીમાં લેન્ડગ્રેબિંગ, લવ જેહાદ કાયદાને લગતી બાબતો અંગે પણ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમીક્ષા કરી મોરબી : આજરોજ મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકનું ઇન્સ્પેક્શન કરી રેન્જ આઇજી તેમજ જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં ફૂલેલા ફાલેલા ગેરકાયદે બાયોડીઝલના ધંધા સામે બાયો ચડાવવાની સાથે મોરબી જિલ્લાની વિકટ બનતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા તાકીદ કરી હતી. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે મોરબી જિલ્લાની મુલાકાત લઈ સીટી એ ડિવિઝન પોલીસ મથક તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે કાર્યરત સીસીટીવી કેમેરા કંટ્રોલરૂમની મુલાકાત લઈ સ્થાનિક પોલીસતંત્રને મહત્વપૂર્ણ બાબતો અંગે દિશાનિર્દેશો આપ્યા હતા. બાદમાં રેન્જ આઇજી અને જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. મોરબી મુલાકાત દરમિયાન રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઔદ્યોગિક નગરી મોરબીની ટ્રાફિક સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદ કરવામાં આવી છે સાથોસાથ લેન્ડ ગ્રેબિંગ, લવ જેહાદ સહિતની બાબતોના કેસ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં બાયોડીઝલના ગોરખધંધા અંગે અનેક ફરિયાદો ઉઠી છે અને ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ પણ બાયોડીઝલના ધંધા બંધ કરાવવા તાકીદ કરી છે ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રીએ પણ મોરબીમાં ચાલતા બાયોડીઝલના ગોરખધંધા મામલે સ્થાનિક અધિકારીઓને પગલાં ભરવા કડક સૂચના આપી હોવાનું તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..