જિલ્લામાં કોવિડ જાહેરનામાના ભંગ બદલ કુલ 20 સામે પગલાં લેવાયા મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે રવિવારે 24 કલાક દરમિયાન કોવિડ જાહેરનામાના ભંગ બદલ કુલ 20 સામે કાર્યવાહી કરી હતી. જેમાંથી કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ સબબ 13 સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ રીક્ષાચાલકો ઉપર તવાઈ ઉતારી હતી. મોરબીમાં ગતરાત્રે કફર્યુ દરમિયાન ખોટા આંટાફેરા કરતા બે રીક્ષાચાલકો સહિત 4 લોકો, રાત્રીના 9 પછી દુકાન ખુલ્લી રાખી વેપાર કરનાર હેર સલૂનની દુકાનના માલિક, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 1, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, વેપારના સ્થળે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા જુના કપડાની લારી ધારક, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, એક ઇકો કારચાલક, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 1, માળીયામાં વેપારના સ્થળે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા શાકભાજીની દુકાનના માલિક, નાસ્તાની દુકાનના માલિક, ટંકારા અને હળવદમાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ રીક્ષાચાલકો સહિત કુલ 20 સામે પોલીસે કોવિડ જાહેરનામાના ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..