મોરબી નોટરી એસોસીએશનના નવા હોદેદારોની નિમણુંક થઇ

- text


પ્રમુખ તરીકે ભાવેશભાઈ ડી. ફૂલતરીયા, ઉપપ્રમુખ પદે એલ. પી. ચાવડા અને કે. ડી. મુછડીયા

મોરબી : મોરબી જિલ્લા નોટરી એસોસીએશનની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમતે આગામી બે વર્ષ માટે નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

આજરોજ લાલબાગ ખાતે મોરબી જિલ્લા નોટરી એસોશિએશનની સામાન્ય સભા મળી હતી. જેમાં પૂર્વ પ્રમુખ રામદેવસિંહ આર. જાડેજાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં સર્વાનુમતે આગામી બે વર્ષ માટે નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભાવેશભાઈ ડી. ફૂલતરીયા, ઉપપ્રમુખ પદે એલ. પી. ચાવડા અને કે. ડી. મુછડીયા, સેક્રેટરી તરીકે આર. જી. ભાગીયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે ખૂશ્બુબેન વાય. કોઠારી, ટ્રેઝરર તરીકે મહાવીરસિંહ જાડેજા, કારોબારી સભ્ય તરીકે કિરીટભાઈ પટેલ, અશોકભાઈ સરડવા તથા વી. જે. મહેતાની વરણી કરવામાં આવી હતી. નવા હોદેદારોની વરણી થતા તમામ હોદેદારોને શુભકામનાઓ મળી રહી છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text