રસ્તે રઝળતા ઢોરનો માઝા મુકતો ત્રાસ : લોકો ત્રાહિમામ મોરબી : મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે.ગતરાત્રીના ભૂરાટા થયેલા ખૂંટિયાના ટોળાએ કાલિકા પ્લોટ માથે લઈ વાહનમાં નુકશાન કરવાની સાથે ટેલીફોનનો થાંભલો બેવડો વાળી નાંખતા રસ્તે ચાલવામાં આ થાંભલો મોત બનીને ઉભો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના તમામ વિસ્તારમાં રસ્તે રઝળતા માલિકીના ઢોર ઉપરાંત રેઢિયાળ ખુટિયાઓનો ત્રાસ દિવસે દિવસે માઝા મૂકી રહ્યો છે. તેવામાં જવાબદાર નગરપાલિકા તંત્ર દ્વારા પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોય અનેક લોકો આવા રસ્તે રઝળતા ઢોરની ઢીકનો ગમે ત્યારે ભોગ બની રહ્યા છે અને રસ્તા વચ્ચે દ્વંદ્વ યુદ્ધમાં ઉતરી આવતા ખુટિયા અનેક વાહનોમાં પણ નુકશાન પહોંચાડી રહ્યા છે. દરમિયાન ગતરાત્રીના રેઢિયાળ ઢોરનો અડ્ડો બની ગયેલા કાલિકા પ્લોટ વિસ્તારમાં ખુટિયાઓ વચ્ચે અથડામણ થતા ઘમાસાણ મચી ગયુ હતું અને અનેક વાહનોમાં નુકશાન પહોચાડવાની સાથે ખુટિયાએ મજબૂત ટેલીફોનના થાંભલાને પણ બેવડો વાળી નાખ્યો હતો. દરમિયાન ખુટિયાઓના યુદ્ધનો શિકાર બનેલ થાંભલો હાલમાં પડું પડું હાલતમાં હોય અહીંથી પસાર થતા નાગરિકો માટે જોખમ ઉભું થયું છે અને જાગૃત મહિલા આગેવાન દ્વારા હાલમાં પાલિકા તંત્રથી લઈ ટેલિફોન વિભાગને જાણ કરી જોખમી થાંભલો હટાવવા અંગે ફરિયાદ કરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..