મોરબી : મોરબીની તપોવન વિદ્યાલય દ્વારા ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીલક્ષી વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 2ના રોજ તપોવન શાળામાં ધોરણ-૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે કોરોનાની કપરી પરિસ્થિતિમાં કારકિર્દીલક્ષી પ્રોત્સાહન પૂરું પાડે તેવા વેબિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારના મુખ્ય વક્તા તરીકે આવેલ CA પનારા અભિષેકભાઈ દ્વારા વિદ્યાર્થીઓને પ્રભાવશાળી પ્રોત્સાહન તેમજ વિવિધ શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે CA પનારા અભિષેકભાઈ તપોવન વિદ્યાલય અને કોમર્સ સ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ તબક્કે શાળાના સંચાલક અશોકભાઈ રંગપરીયા, આચાર્ય નરેશભાઈ સાણજા તેમજ સમગ્ર શાળા પરિવાર તેમનો યાદીમાં આભાર વ્યક્ત કરેલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..