જિલ્લા સેવા સદન સામેની જમીનમાં આવાસ માટે તાંત્રિક મંજૂરી અપાઈ મોરબી : મોરબી જિલ્લો હવે પૂર્ણ થવા તરફ આગળ ધપી રહ્યો છે અને જુદી - જુદી સરકારી કચેરીઓના નિર્માણ બાદ હવે જિલ્લા સેવા સદન સામે આવેલી જમીન ઉપર પાંચ ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓ માટે રૂ. 31 કરોડના ખર્ચે સરકારી આવાસ બનવવા માટેના પ્રોજેકટને તાંત્રિક મંજુર મળી ગઈ છે. મોરબી – માળીયા (મીં.) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે મોરબી જિલ્લા મથકનું કેન્દ્ર બનતા મોરબી ખાતે જિલ્લા કક્ષાની જુદી – જુદી કચેરીઓ કાર્યરત થઈ ગયેલ છે. આ જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓમાં કામ કરતાં સરકારી કર્મચારીઓ માટે રહેણાંકના આવાસો પણ ઉપલબ્ધ કરવા જરૂરી જણાતા આ અંગે માર્ગ – મકાન વિભાગ સાથે પરામર્શ હાથ ધરી નવા જિલ્લા સેવા સદનની સામે આવેલ સરકારી જમીનમાં રૂ. ૩૧ કરોડના ખર્ચે નવા સરકારી આવાસો બાંધવાની તાંત્રિક મંજૂરી મળી ગઈ છે. અને વહેલી તકે વહીવટી મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી જે તે એજન્સીને કામ પણ સોંપી દેવાશે. આમ, નવા જિલ્લા સેવા સદન માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ડિસ્ટ્રિટ પોલીસ સુપ્રિટેન્ડેટ, કાર્યપાલક ઈજનેર (માર્ગ – મકાન) અને ડિસ્ટ્રિટ જજના પાંચ બંગલાઓ સહિત વિવિધ કેટેગરીના સરકારી આવાસો બાંધવામાં આવશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..