દર મહિને 2500 કિલોમીટરના રૂપિયા 25000ની લ્હાણી આરોગ્ય સમિતિના ચેરમેને બે વર્ષથી સતત રીન્યુ થતા કોન્ટ્રાકટ સામે નિશાન તાક્યું મોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તક ભાડે લેવાતા વાહનમાં જબરું કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા છેલ્લા બે વર્ષથી ટેન્ડર પ્રક્રિયા વગર ખાનગી પેઢીને ખટાવવા ચાલતા ખેલને નિશાન ઉપર લીધો છે. આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ભાડે લેવામાં આવેલા વાહનો અંગે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટ મેળવનાર અંજલી કન્સ્ટ્રક્શન નામની પેઢી હાલમાં 25 જેટલા વાહનો દર મહિને રૂપિયા 25 હજારના ભાડેથી પુરા પાડી રહી છે અને શરત મુજબ 2500 કિલોમીટર દર મહિને વાહન ચલાવવાની શરત છે. પરંતુ હકીકતમાં એક પણ વાહન 1500 કિલોમીટરથી વધારે ચાલતું નથી. વધુમાં તેમને ઉમેર્યું હતું કે અંજલી કન્સ્ટ્રક્શન નામની પેઢીનું વાહન આજે કલાકો સુધીના ઇન્તજાર કરવા છતાં નિયત સ્થળે પહોંચ્યું ન હતું. આ ઉપરાંત અન્ય આરોગ્ય કેન્દ્રમાં રસી પહોંચાડવાની કામગીરી બાદ ભાડે રાખેલા વાહન નિયત સમય સુધી આરોગ્ય કેન્દ્રમાં હાજર રાખવાને બદલે પોબારા ભણી જતા હોવાનું પણ ધ્યાને આવતા તમામ વાહનોની લોગબુક મંગાવી ચેક કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આશ્ચર્યજનક બાબત તો એ છે કે, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અંજલી કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાકટ પૂરો થવા છતાં નવી ટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે છેલ્લા બે વર્ષથી કિલોમીટર અને ભાડું બન્ને વધારી કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં દરમહિને લાખો રૂપિયાનું આંધણ કોને સાચવવા માટે થઇ રહ્યું છે તેવા અવલો ઉઠાવી નવી ટેન્ડર પ્રક્રિયા કરવા કડક સૂચના આપવામાં આવી હોવાનું તેમને અંતમાં ઉમેર્યું હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..