મોરબી : ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એઆરટી કર્મચારીઓને પગાર સહિતની બાબતે અન્યાય કરાતા આજથી મોરબીના કર્મચારીઓ દ્વારા કાળા કપડાં પહેરી તેમજ કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્વક લડત શરૂ કરી છે. આજરોજ એ.આર.ટી. સેન્ટર જનરલ હોસ્પિટલ મોરબી ના કર્મચારીઓ દ્વારા બ્લેક રીબીન તથા બ્લેક કપડાં પહેરીને ગુજરાત સ્ટેટે એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની એચ.આર. પોલિસી મુજબના કરવા તથા ૨૦૧૭ માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના એપ્રિલ ૨૦૨૧ સુધી નિયમ મુજબ મળતા હતા પણ મેં ૨૦૨૧મા પગાર કપાત કરીને ૨૦૧૭ મુજબ કરેલ જેની સામે વિરોધ કરેલ છે. એ.આર.ટી યુનિયન દ્વારા ગુજરાત સ્ટેટે એડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીઓ સાથે વાટાઘાટો કરેલ પણ તેમના દ્વારા આજ સુધી કર્મચારીના હિતને ધ્યાનમાં રાખીને કોઈ પગલાં ન લેતા લડત શરૂ કરાઇ છે. વધુમાં ગુજરાત એ.આર.ટી યુનિયન દ્વારા શાંતિપૂર્ણ રીતે માત્ર પત્રવ્યહવાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વાતઘાટો દ્વારા જ પોતાના હક્ક માટે લડી રહ્યા છે અને એચ .આઈ .વી પીડિત દર્દીઓની સારવાર અને નિયમિત દવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એ.આર.ટી. કર્મચારીઓ દવારા આજ સુધી કોઈ સ્થિગત, ધરણા કે સ્ટ્રાઇક કરવામાં આવેલ નથી .અને જયા સુધી ૨૦૧૭ માં કોર્ટ માં ગયેલ કર્મચારીઓના પગાર નિયમ મુજબ પૂરો પગાર તથા કર્મચારીઓના કોન્ટ્રાક્ટ નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન ની એચ .આર પોલિસી મુજબ નહિ કરવામાં આવે ત્યાં સુધી ગુજરાત એ.આર.ટી કર્મચારી યુનીયનની લડત ચાલુ રાખવા જાહેરાત કરવામાં આવી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..