ભીમ અગિયારસે વાવણીની આગાહી પણ અગાઉ અક્ષરસ: સાચી ઠરી હતી ટંકારા : ખેડુત ભાઈઓ માટે આનંદના સમાચાર છે. લાંબા સમયથી વરસાદના વિરામ બાદ હવે વરસાદનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે. તારીખ 7 જુલાઈથી નક્ષત્ર બદલતા સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવશે. ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામના અભ્યાસુ કિશોરભાઈ ભાડજાએ આ આગાહી કરી છે. કિશોરભાઈ ભાડજાના જણાવ્યા મુજબ તારીખ 6 જુલાઈથી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમા બેસે છે. તેમનુ વાહન ઉંદરનુ છે. તેથી, જેમ જેમ નક્ષત્રના દિવસો જતા જશે તેમ તેમ આગળ ચોમાસું જામતુ જશે. આ રાઉન્ડમા સાર્વત્રિક વરસાદ થશે જેથી, ઘણી જગ્યાએ વાવણી બાકી હોઈ ત્યાં વાવણી થશે. આ રાઉન્ડમા ઘણી જગ્યાએ નદી નાલા છલકાઈ જશે. આ રાઉન્ડમા ખેડુત ભાઈઓ રાજી રાજી થાઈ તેવો યોગ છે. આ વર્ષનુ ચોમાસુ બે દિશામા આગળ ચાલે છે. આ વર્ષના ચોમાસાનો ભાર-તારણ 14 જુલાઈના દિવસ ઉપરથી નક્કી થશે કે આગળ ચોમાસુ ક્યાં ક્યાં વિસ્તારમા કેવુ રહેશે. હાલ સૂર્ય મિથુન રાશીમા છે તારીખ 7 જુલાઈથી બુધ પણ મિથુન રાશીમા આવશે અને ચંદ્ર 8 જુલાઈથી મિથુન રાશિમા આવશે. તેથી, 9 જુલાઈથી ચોમાસુ જામતુ જાશે. મંગળ અને શુક્ર કર્ક રાશીમા છે. તારીખ 17 જુલાઈથી સૂર્ય પણ કર્ક રાશીમા આવશે. સૂર્ય કર્ક રાશીમા આવતા શુક્ર સિંહ રાશીમા આવી જશે. તેથી, પુનર્વસુ નક્ષત્ર ઉતરતા તારીખ 17, 18, 19મા ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. કિશોરભાઈ (મો. 95865 90601) દ્વારા આકાશ દર્શન પદ્ધતિથી ઉપરથી તારણ કાઢી વરસાદની સંભાવના દર્શાવી છે. આ અગાઉ તમેને ભીમ અગિયારસે વાવણી થશે અને 15 દિવસનું વાયરૂ ફૂંકાશે તેવી આગાહી કરી હતી જે અક્ષરશઃ સાચી પડી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..