મુંબઈ : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને યુરોપિયન એનર્જી એક્સચેન્જ એજી (ઈઈએક્સ)એ ઈલેક્ટ્રીસિટી ડેરિવેટિવ પ્રોડક્ટ્સ પર જ્ઞાન અને કુશળતાના આદાનપ્રદાન કરવાના હેતુ સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. આ કરાર બંને એક્સચેન્જોની વચ્ચે ઈલેક્ટ્રીસિટી ડેરિવેટિવ ક્ષેત્રમાં જ્ઞાનના આદાનપ્રદાન કરવા સાથે શિક્ષણ અને તાલીમ ક્ષેત્ર તેમ જ કાર્યક્રમોના આયોજનો માટે સહકાર સાધવાની સુવિધા પૂરી પાડશે. ઈઈએક્સ યુરોપનું એક અગ્રણી ઊર્જા એક્સચેન્જ છે જે વીજળી અને અન્ય ઊર્જા પ્રોડક્ટો માટે તરલ અને પારદર્શક બજારોને વિકસિત, સંચાલિત અને સુરક્ષિતરીતે જોડે છે. એમસીએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પી.એસ. રેડ્ડીએ કહ્યું કે, 'યુરોપિયન એનર્જી એક્સચેન્જ એજી (ઈઈએક્સ) સાથે કરાર કર્યાનો અમને ઘણો જ આનંદ છે. એમસીએક્સ અને ઈઈએક્સ વચ્ચેનો એક પરસ્પર ફાયદાકારક સમજૂતી છે. જે અમને એકબીજાના બજારોને વધુ સારી રીતે સમજવા માટે સક્ષમ બનાવશે. મને વિશ્વાસ છે કે બંને સંસ્થાઓ વચ્ચેનું આ જોડાણ જ્ઞાન, કુશળતા અને શ્રેષ્ઠ પ્રથાઓનું સતત આદાનપ્રદાન કરશે. તદુપરાંત, વૈશ્વિક બજારોની વિકસતી અને ગતિશીલ પ્રકૃતિને જોતાં, કોમોડિટી બજારોની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ માટે આવો સહકાર મહત્વપૂર્ણ છે.' - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..