તાત્કાલિક કામ શરૂ કરવા ધારાસભ્યની તંત્રને સુચના મોરબી : મોરબીના એરપોર્ટ માટે કમ્પાઉન્ડ વોલનું રૂ. 7 કરોડનું ટેન્ડર મંજૂર થતાં સત્વરે કામ શરૂ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા તંત્રને સુચના આપવામાં આવી છે. મોરબી એ ઔદ્યોગિક શહેર છે. ભૂતકાળમાં પોટરી અને નળીયા ઉધ્યોગ માટે તેમજ વર્તમાનમાં ઘળીયાળ અને સિરામિક ઉધ્યોગ માટે તેમજ પેપર મિલ, સનમાઇકા તેમજ અનેક ઉધ્યોગોથી ધમધમતું થયેલું મોરબી સૌરાષ્ટ્રનું મહત્વનુ આર્થિક નગર બની ગયું છે. તે જોતાં મોરબીના રાજાશાહી વખતના જૂના એરપોર્ટને પુનઃ જીવિત કરી વિમાની સેવા આપવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં અનેક વખત માંગણી કરેલી અને તે દિશામાં ગુજરાત સરકારે આ રાજાશાહી વખતના જૂના એરોડ્રામને રૂ. 40 કરોડના ખર્ચે પુનઃ જીવિત કરવા મંજૂર કરેલ છે. આ યોજનાના ભાગરૂપે એરપોર્ટ માટે પ્રથમ તબક્કામાં કમ્પાઉન્ડ વોલના કામ માટે રૂ. 7 કરોડના ટેન્ડરને મંજૂરી પણ મળી ગઈ છે અને એજન્સી પણ નક્કી કરી દેવામાં આવી છે. હાલ જંગલ કટિંગ થઈ રહ્યું છે ત્યાં તાકીદે બાંધકામ હાથ ધરવા માર્ગ–મકાન વિભાગના સ્થાનિક ઈજનેરોને તાકીદ કરી વિના વિલંબે મોરબીને એરપોર્ટ સુવિધા મળે તે માટે તંત્રને સૂચના આપી હોવાનું યાદીમાં જણાવાયું છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw